મોરબી : મોરબી તાલુકાના આમરણ - જોડિયા રોડ ઉપર ડેમી નદીના પુલ ઉપરથી ટેન્કર નીચે ખાબકતા ટેન્કર ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.29 જાન્યુઆરીના રોજ આમરણ - જોડિયા રોડ ઉપર ડેમી નદીના પુલ ઉપરથી જીજે - 12 - બીએક્સ - 4697 નંબરનું ટેન્કર રેલિંગ તોડી નીચે નદીમાં ખાબકતા ટેન્કર ચાલક પિયુષકુમાર ફુલસિંગ મિણા, ઉ.25, રહે.સરસિયા, ભીલવાડા, રાજસ્થાન નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.