મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ લીન્યા સિરામિક ફેકટરીના ગ્રાઉન્ડમાં ટ્રક પાર્ક કરી કેબિનમાં સુતેલા અમદાવાદના આણંદના રહેવાસી ટ્રક ચાલક નટવરસિંહ આર.પરમાર ઉ.60ને જગાડતા તેઓ નહીં જાગતા 108મા સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.