દેવ સોલ્ટના કારખાના સામે ટાયર ફાટતા ઉભેલા ટ્રક ટ્રેલર સાથે બલ્કર ભટકાતા અકસ્માત સર્જાયોમાળીયા (મિ): કંડલા-મોરબી નેશનલ હાઈવે રોડ પર ગત રાત્રિના સમયે દેવ સોલ્ટના મીઠાના કારખાના સામે એક અકસ્માત સર્જાયો હતો. ટાયર ફાટવાના કારણે રોડની સાઈડમાં ઉભેલા ટ્રક ટ્રેલરની પાછળ એક પુરપાટ ઝડપે આવતું બલ્કર ભટકાઈ ગયું હતું, જેમાં બલ્કર ચાલકનું ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું.મળતી માહિતી મુજબ, રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના લક્ષ્મીપુરા ગામના વતની મદનસિંહ રતનસિંહ રાવત (ઉ.વ. 31) પોતાનો ટ્રક ટ્રેલર (નંબર GJ-12-BW-6617) લઈને ગ્લોબલ કેમ ફૂડ, સામખીયારીથી મીઠું ભરીને કુરુંગા ગામ પાસે આવે કારખાનામાં ખાલી કરવા જઈ રહ્યા હતા. રાત્રે કંડલા-મોરબી હાઈવે પર દેવ સોલ્ટ સામે તેમના ટ્રકનું આગળનું ટાયર ફાટતા ટ્રક રોકી દીધો હતો. મદનસિંહ અને કલીનર મહેન્દ્રસિંહ ટ્રકની નીચે ઉતરીને પાર્કિંગ લાઈટ ચાલુ કરી વાહનોને સાઈડમાં લેવાનો ઈશારો કરી રહ્યા હતા. તે જ સમયે હાઈવે પેટ્રોલિંગની ટીમ પણ ત્યાં સેફ્ટી રિફ્લેક્ટર મૂકી રહી હતી.તે દરમિયાન, પાછળથી આવતું એક બલ્કર (નંબર GJ 12BY-9666) પૂરઝડપે અને ગફલતભરી રીતે આવીને બંધ ટ્રક ટ્રેલરના પાછળના ભાગે ભટકાઈ ગયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં ચાલક ઈસ્માઈલ હાસમ સુમરા (ઉ.વ. 32, રહે. ડુમરા, તા. અબડાસા, જી. કચ્છ) કેબિનમાં અંદર ફસાઈ ગયા હતા. પેટ્રોલિંગ ટીમે મહામહેનતે ચાલકને બહાર કાઢીને માળીયા સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેમનું મોત નીપજ્યું હતું.#Morbi #MorbiUpdate #MorbiNews #FatalAccident #HighwayAccident #KandlaMorbiHighway #MaliyaPolice #RoadSafety