મોરબી : આજે તા. 22-8-2025ના રોજ ડિસ્ટ્રિક ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણના સયુંક્ત ઉપક્રમે ધુળકોટ તાલુકા શાળા ખાતે વ્યસનની જાગ્રુતિ અર્થે ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 6 થી 8ના કુલ 40 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રથમ નંબરે બારીયા સાજનબેન ફતેસીંગ, બીજા નંબરે નાયકા પ્રકાશ કિરણભાઈ, ત્રીજો નંબર પરમાર ચાંદની ગુલાબભાઈએ મેળવ્યો હતો. આ સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવ્યા હતા. તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણ ના મેડિકલ ઓફિસર ડો.જાગ્રુતિ ગાંભવાના માર્ગદર્શન હેઠળ સુપરવાઈઝર વિનોદ ચૌહાણ દ્વારા તમાકુના સેવનથી થતી નુકસાની અંગે તથા વ્યસનની શરીરિક અસરો આર્થિક અસરો તથા વ્યસનથી થતા ગેરફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવેલ અને દરેક વિદ્યાર્થીઓને પોતે તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ તમાકુ મુક્ત અને વ્યસન મુક્ત રહેવા અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર ડો.જાગ્રુતિ ગાંભવા, મ.પ.હે.સુ. વિનોદ ચૌહાણ,મ.પ.હે.વ.જયેશ ગોગરા ,સી.એચ.ઓ,રૂચા પંડ્યા હાજર રહેલે.આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી બીજલભાઈ ગરચર તથા શાળાના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.