ઇન્ડિયન લાયોનેસ ક્લબ અને નીલકંઠ વિદ્યાલયના સયુંકત ઉપક્રમે આયોજિત સ્પર્ધામાં કુલ 100 બાળકોએ લીધો ભાગ મોરબી : મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ અને નીલકંઠ વિદ્યાલયના સયુંકત ઉપક્રમે આજે તા. 24-5-2025ને શનિવારના રોજ ઓપરેશન સિંદૂર વિષય પર ચિત્ર સ્પર્ધા અને કવીઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન ઇન્ડિયન લાયોનેસ ક્લબના ફાઉન્ડર પ્રેસિડેન્ટ અને નેશનલમાં જોઇન્ટ પ્રેસિડેન્ટ શોભનાબા ઝાલાએ જણાવ્યું હતું કે, આજે તા. 24 મેના રોજ ઓપરેશન સિંદૂર વિષય હેઠળ ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી અને નીલકંઠ વિદ્યાલયના સયુંકત ઉપક્રમે ચિત્ર સ્પર્ધા તેમજ કવીઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન ડિફેન્સ એકેડમીની ત્રણ બ્રાન્ચ છે ઇન્ડિયન આર્મી, નેવી અને એરફોર્સ. આ વિશે બાળકો જાગૃત થાય અને ગુજરાતના લોકો ડિફેન્સ જોઈન્ટ કરવા પ્રેરાય અને દેશ માટેની લાગણી બાળકોમાં વિકસે તે માટે ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓ માટે આ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન માટે ઇન્ડિયન લાયોનેસ ક્લબ અને ખાસ કરીને નીલકંઠ વિદ્યાલયના સહયોગ કર્યો હતો. આ કોમ્પિટિશનમાં 100 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. આ દરમ્યાન અન્ય એક સભ્યે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા જે ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું હતું તેનો શ્રેય દેશની આર્મી, નેવી અને એરફોર્સને જાય છે. નાના બાળકોને જો પહેલાથી જ ખ્યાલ આવે કે ભારતની રક્ષણ પ્રણાલી કઈ રીતે કામ કરે છે તે માટે ઓપરેશન સિંદૂર થીમ પર કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના આયોજનમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી અને નીલકંઠ વિદ્યાલય દ્વારા સહયોગ કરવામાં આવ્યો હતો. આ કોમ્પિટિશનમાં 1 વાગ્યે એન્ટ્રી ક્લોઝ કરવામાં આવી હતી. જેમાં 100 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. જેમાંથી 70 વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધા અને 30 વિદ્યાર્થીઓએ કવીઝ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. આ કવીઝ કોમ્પિટિશનમાં તમામ પ્રશ્નો ઇન્ડિયન આર્મી, નેવી અને એરફોર્સ વિષય પર પૂછવામાં આવ્યા હતા. આ કોમ્પિટિશનમાં વિજેતા બાળકોને ઇનામ પણ વિતરણ કરવામા આવ્યું.