મોરબી : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સહયોગથી ચાલતા “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર અને ડ્રીમ આર્ટ ક્લબના સંયુક્ત ઉપક્રમે સમર કેમ્પમાં ડ્રોઇંગ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે. 5 મે ને સોમવારના રોજ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ધી વીસી ટેક હાઈસ્કૂલ રૂમ નંબર 202 ખાતે આ ક્લાસ યોજાશે. જેમાં વિદ્યાર્થીઓ તેમજ મોરબી જિલ્લા તમામ નાગરિકો ભાગ લઈ શકશેજેમ દસ પ્રકારના અલગ અલગ ડ્રોઇંગ આર્ટ નિષ્ણાત ડ્રોઇંગ આર્ટિસ્ટ દ્વારા શીખવવામાં આવશે. આર્ટિસ્ટ મુકેશભાઈ- મો.નં. 9978098104 તેમજ આર્ટિસ્ટ નિરાલીબેન- મો.નં. 7405215573 તેમજ વિવિધ આર્ટિસ્ટ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હોવાનું “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી કો ઓર્ડિનેટર દિપેનભાઈ ભટ્ટ (મો.નં. 9727986386), સંચાલક એલ. એમ. ભટ્ટ (મો.નં. 9824912230) દ્વારા જણાવાયું છે.