વિવિધ સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓએ લોકશાહીના પર્વમાં સહભાગી થવા સંદેશ આપ્યોમોરબી: મોરબી તાલુકાની સરકારી માધ્યમિક શાળા ઘુનડા (સ.) ખાતે આગામી ચૂંટણીને ધ્યાને રાખીને મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ચિત્ર અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની કલાના માધ્યમથી લોકોને અચૂક મતદાન કરવા પ્રેરિત કર્યા હતા.ચિત્ર સ્પર્ધાનું આયોજનતારીખ 10/04/2026 ના રોજ શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ધોરણ 9 ના 10 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રથમ નંબરે કરોત્રા કાના, દ્વિતીય નંબરે પંચાસરા વિશાલ તથા તૃતીય નંબરે પરેશા અર્જુન વિજેતા જાહેર થયા હતા.રંગોળી સ્પર્ધાનું આયોજનઆ અગાઉ તારીખ 09/04/2026 ના રોજ મતદાન જાગૃતિ થીમ પર રંગોળી સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં ધોરણ 9 ની 13 વિદ્યાર્થિનીઓએ સુંદર રંગોળીઓ કંડારી હતી. આ સ્પર્ધામાં સિંધાડીયા સુમન અને પાટડીયા શ્રુતિનું ગ્રુપ પ્રથમ નંબરે, રાઠવા જશોદા, નિગવાલ કાજલ અને સંગોડ મિત્તલનું ગ્રુપ દ્વિતીય અને માંડવીયા જાનકી અને સુરેલા કિંજલનું ગ્રુપ તૃતીય ક્રમે વિજેતા બન્યા હતા.શાળાના આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ બંને સ્પર્ધાના વિજેતાઓને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.#Morbi #MorbiUpdate #Ghunada #ElectionAwareness #DrawingCompetition #RangoliCompetition #StudentActivity #VotingAwareness