ટંકારા : તાલુકાના નેશડા (ખા.) ગામે આગામી તારીખ 14 ઓક્ટોબર ને શનિવારના રોજ ગૌ સેવાના લાભાર્થે નાટક રજૂ કરવામાં આવશે.ગૌ-સેવા યુવક મંડળ- નેશડા (ખા.) દ્વારા નિરાધાર ગૌ-માતાના લાભાર્થે 14 ઓક્ટોબર ને શનિવારે રાત્રે 9-30 કલાકે ઉમિયા ગૌ-સેવા યુવક મંડળ દ્વારા મહાન ઐતિહાસિક નાટક સોન કંસારી યાને કે ઘુમલીનું પતન નાટક રજૂ કરવામાં આવશે. સાથે જ પેટ પકડીને હસાવતું હાસ્ય રસિક કોમિક નાથાબાપાનો ઘરસંસાર પણ રજૂ કરવામાં આવશે. સાથે જ નેશડા (ખા.) ગામ દ્વારા સંકલ્પ કરાયો છે કે અમારા ગામની ગાય કદી કતલખાને નહીં જાય. તો આ નાટક અને કોમિક નિહાળવા સૌને જાહેર આમંત્રણ પાઠવાયું છે.