માળીયા (મી.): શ્રી ભવાની ગરબી મંડળ- ખાખરેચી દ્વારા આજે તારીખ 28 સપ્ટેમ્બર ને બુધવારના રોજ રાત્રે 10 કલાકે ખાખરેચી ગામે રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકની બાજુમાં નાટક અને કોમિક ભજવવામાં આવશે.. શ્રી ભવાની ગરબી મંડળ- ખાખરેચી દ્વારા નવરાત્રી પર્વને પગલે આજે રાત્રે મહાન ઐતિહાસિક નાટક પૃથ્વીરાજ ચૌહાણ અને હાસ્યનો હાહાકાર મચાવવા રઘળો નામનું કોમિક ભજવવામાં આવશે. આ કાર્યક્રમ નિહાળવા અને સાથ સહકાર આપવા જાહેર જનતાને આમંત્રણ પાઠવાયું છે.