ટંકારા : ટંકારા તાલુકાના સજનપર ગામે તા.3-11-24 ને રવિવારના રોજ રાત્રે 9:30 કલાકે ગૌ શાળાના લાભાર્થે મહાન ઐતિહાસિક નાટક મરછું તારા વહેતાપાણી યાનેકે ઢેલડી નગરનો ઇતિહાસ આ સાથે જ હાસ્ય રસિકો માટે કોમિક યોજાશે. આ કાર્યક્રમમાં પધારવા દરેક ધર્મપ્રેમી તથા ગૌ પ્રેમી જાહેર જનતાને બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ સજનપર તથા સમસ્ત સજનપર ગામ તરફથી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમજ આલ્બમ યુટ્યુબ ચેનલમાં આ નાટકનું લાઈવ પ્રસારણ નિહાળી શકાશે.