મોરબી : મોરબીના રવાપર રોડ પર આવેલા કાલિકા પ્લોટ મેન રોડ પર રાજ બેંકવાળી શેરીમાં વગર વરસાદે ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે.આ અંગે જાગૃત નાગરિકના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ દિવસથી વગર વરસાદે રાજ બેંકવાળી શેરીમાં ભૂગર્ભ ગટર છલકાય છે. આસપાસના વિસ્તારમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે. આ અંગે ગુરુવારે ધારાસભ્યની કમિટી સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. પેચ વર્ક કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ તે કામ પણ કરાયું નથી. ગઈકાલે આ અંગે નગરપાલિકામાં અરજી આપવામાં આવી હતી તેમ છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.