મહાપાલિકા વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યાઓના ઝડપી નિરાકરણ અને નંદીઓની સાર-સંભાળ માટે સૂચનાઓ આપીમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકાની ડ્રેનેજ સમિતિના ચેરમેન નવનિતભાઈ કુંડારીયાએ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા સાથે પંચાસર રોડ પર આવેલા STP (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) પમ્પિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ચાલી રહેલી કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. પમ્પિંગ સેન્ટરની વર્તમાન ક્ષમતા અને પમ્પિંગ સાધનોની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવીને કામગીરી દરમિયાન ધ્યાન પર આવેલી બાબતો અંગે સંબંધિતોને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ ઉપરાંત, આગેવાનોએ પંચાસર રોડ પર આવેલા નંદીઘરની પણ મુલાકાત લીધી હતી. અહીં નંદીઓની સાર-સંભાળ અંગેની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી જવાબદારો પાસેથી જરૂરી માહિતી મેળવવામાં આવી હતી. નિરીક્ષણ દરમિયાન જે પણ બાબતો ધ્યાન પર આવી, તે અંગે જરૂરી કામગીરી કરવા માટે ભલામણો કરવામાં આવી હતી. મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ડ્રેનેજ સહિતની વિવિધ સમસ્યાઓનું ઝડપી નિરાકરણ આવે અને પ્રજાને યોગ્ય સુવિધા મળી રહે તે દિશામાં સઘન કામગીરી કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #BJPMorbi #STPPlant #MorbiMunicipalCorporation #Nandighar #GujaratNews