મોરબી : મોરબી પાસેના ખાખરાળા ગામના ખેડૂત પરિવારમાં જન્મેલા ડૉ. અમૃત કાંજિયા લિખિત 'કલમના ઘસરકા' પુસ્તક પ્રકાશિત થયું છે. આ પુસ્તક હાસ્ય વ્યંગ પ્રકારનું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ડૉ. અમૃત કાંજિયાના ત્રણ હાસ્ય પ્રકારના પુસ્તકો અમથા આંટાફેરા, હાસ્યામૃત અને પોક મૂકીને હસીએ પ્રકાશિત થઈ ચૂક્યા છે. તેમજ ડૉ. અમૃત કાંજિયાએ સંસ્કૃતમાં ‘વાલ્મીકિ રામાયણમાં ભવિષ્યકથન : એક વિવેચનાત્મક અભ્યાસ' વિષય પર શોધનિબંધ તૈયાર કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે.