મોરબીના કાન, નાક, અને ગળાના તબીબ હિતેશભાઈ પટેલ દ્વારા પ્રાયોગિક માર્ગદર્શન પણ અપાયું મોરબી : વિશાખપટ્ટનમ ખાતે યોજયેલ ડોક્ટરોની નેશનલ કોંફરન્સમાં મકરબીના જાણીતા તબીબ ડો.હિતેશ પટેલે બાળકોમાં ચક્કર આવવાના કારણો અને નિદાન અંગે સચોટ તારણો સાથે લેક્ચર આપી મોરબીનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમા વિશાખાપટ્ટનમ ખાતે ઓલ ઈન્ડીયા નેશનલ કોન્ફોરન્સનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા દેશ તેમજ વિદેશમા કાર્યરત એવા નિષ્ણાંત ડોક્ટર્સને આમંત્રીત કરવામા આવ્યા હતા. આ નેશનલ કોંફરન્સમાં મોરબીના ગૌરવ સમાન કાન, નાક,ગળાના નિષ્ણાંત તબીબ ઓમ હોસ્પીટલ વાળા ડો. હીતેશ ભાઈ પટેલ દ્વારા કોન્ફોરન્સમા બાળકોમા આવતા ચક્કરના કારણો તેમજ નિદાન વિષય પર સૌધ્ધાંતિક તેમજ પ્રાયોગિક માર્ગદર્શન આપવા મા આવ્યુ હતુ. આ કોન્ફોરન્સ મા નેશનલ તેમજ ઈન્ટરનેશનલ સ્પીકર્સ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મોરબીના તબીબ ડો. હીતેશભાઈ પટેલે નેશનલ કોન્ફોરન્સ મા પસંદગી પામી લેક્ચર આપી મોરબીનુ ગૌરવ વધાર્યુ છે. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='27889,27890,27891']