મોરબી : મોરબીના સ્થાનિક સેવાભાવી અગ્રણી અને કેળવણીકાર દિનેશભાઇ વડસોલાના પુત્ર ડો. તરુણ વડસોલાએ રાજકોટના રણછોડદાસજી આશ્રમ ખાતે કોરોનાકાળના માત્ર 10 જ દિવસમાં 30 જરૂરીયાતમંદોના આંખના વિનામૂલ્યે ઓપરેશન કરી આપ્યા છે. દરેક વ્યક્તિમાં કંઈકની કંઈક કૌશલ્ય,આવડત શક્તિ,સામર્થ્ય પડેલા હોય જ છે એને સમય આવ્યે બહાર લાવવાના હોય છે અને સમાજ માટે લોકો માટે એ સામર્થ્યનો ઉપયોગ કરી સામર્થ્યવાન બનવું જ રહ્યું એમ ડો.તરુણ વડસોલા તો હજુ હમણાં જ ગુજરાત યુનિવર્સિટીની આંખના સર્જનની પરીક્ષા યુનિવર્સિટી લેવલે ચતુર્થ ક્રમાંકે પાસ કર્યા બાદ ટૂંકા ગાળામાં જ માત્ર દશ દિવસમાં જરૂરિયાતમંદ 30 ત્રીસ જેટલા લોકોના વિનામૂલ્યે આંખના ઓપરેશન કરી આપી સેવા,સમર્પિતભાવ સાથે કટિબદ્ધ અને પ્રતિબદ્ધ બની જરૂરી કૌશલ્ય સાથે સોહરત મહારત પ્રાપ્ત કરેલ છે. તેઓએ આંખની રોશની પ્રાપ્ત કરનાર વડીલોના આશીર્વાદ મેળવી, પોતે પ્રાપ્ત કરેલ શિક્ષણને સમાજ સુધી પહોંચાડી, સમાજ માટે યોગદાન આપેલ છે. તેવો આગામી સમયમાં પણ આ પ્રકારે સેવાની સુવાસ ફેલાવતા રહે તેવી ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે.