હળવદ : હળવદ અને ધ્રાંગધ્રા તાલુકાના ગામડાઓનો સર્વાંગી વિકાસ થઈ શકે તે માટે ગ્રામીણ વિકાસ મંત્રાલયની ડો. શ્યામા પ્રસાદ મુખર્જી રુર્બન મિશન વિશેસ યોજનાના આગામી ડેવલોપમેન્ટ પ્લાનમાં આ વિસ્તારનો સમાવેશ કરવા ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ મહિલા બાળ વિકાસ- આયુષ મંત્રાલયના મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાને રજુઆત કરી છે. રજુઆતમાં જણાવાયું છે કે ગ્રામીણ વિસ્તારોને શહેર વિસ્તારની સમકક્ષ માળખાકીય સુવિધાઓ મળે તે હેતુસર કેન્દ્ર સરકારે શ્યામાપ્રસાદ મુખર્જી રુર્બન અભિયાન શરૂ કર્યું છે. જેમાં આ યોજના હેઠળ ધ્રાંગધા વિધાનસભા મત વિસ્તારના કચ્છના નાના રણની કાંધીના ધ્રાંગધ્રા અને હળવદ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં શહેર વિસ્તાર સમકક્ષ આર્થિક, સામાજિક અને ભૌતિક આંતર માળખાકીય સવલતો પુરી પાડવા માટે આ તાલુકાના ગામડાઓનો સર્વાંગી વિકાસ થઈ શકે તે માટે ગ્રામીણ વિકાસ મંત્રાલયની ડો. શ્યામા પ્રસાદ મુખર્જી રુર્બન મિશન વિશેસ યોજનાના આગામી ડેવલોપમેન્ટ પ્લાનમાં સમાવેશ કરવા બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..