કેમ્પનો 140 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી :-મોરબીના સેવાભાવી ડો અને સમાજ સેવિકા એવા ડો જ્યોતિબેન ડો નીતિનભાઈ મેહતા હાલ પુના રહે છે અને તેમનું મૂળ વતન મોરબી છે આથી આ ડો. દંપતીએ પોતાનો જન્મ દિવસની ઉજવણી પોતાના વતનમાં મેડિકલ કેમ્પ યોજી કરી હતી આ દંપતીએ મોરબીના લીલાપર નીલકમલ સોસાયટી ના હનુમાનજીના મંદિર ખાતે નિદાન કેમ્પ યોજ્યો હતો જેમાં ડો હસ્તી બેન મેહતા ના એક દિવસીય કેમ્પ જેમાં 140દર્દીને ત્રણ દિવસ ની દવા ફ્રી તેમજ ઓમ લેબ ના સહદેવસીંહ ઝાલા ના સહયોગ થી 35 લોકોને ફ્રી બ્લડ સુગર ટેસ્ટ તેમજ ૪૦ દર્દીનું બીપી માપવામાં આવેલ આ કેમ્પ ને સફળ બનાવવા દિનેશભાઈ ચૌહાણ,નવીનભાઈ પરમાર ભંખોડિયભાઈ ,ચંદ્રલેખા બેન મેહતા,રશ્મિન ભાઈ દેસાઈ,કૌશી કા બેન રાવલ, ઋચિતા પંડ્યા સહિતનાએ ભારે જહેમત ઉઠાવેલ