ભગવાન શિવની જાનમાં દેવો અને ભૂતડાના વેશધારીઓ જોડાશે મોરબી: મોરબીમાં રામોજી ફાર્મ ખાતે ૧૦૮ કુંડી રુદ્ર મહાયજ્ઞ ચાલી રહ્યો છે જેમાં રાત્રે ૯ થી ૧૨ સુધી જાણીતા શિવ કથા ડો લંકેશ બાપુ ની શિવ કથા યોજાઈ રહી છે શિવ કથામાં આજે સાંજે શિવવિવાહ નો પ્રસંગ ઉજવવામાં આવશે જેમાં જોડાવા માટે નગરજનોને આહવાન કરવામાં આવ્યું છે મોરબીમાં પ્રથમ વખત ૧૦૮ કુંડી રુદ્ર મહાયજ્ઞનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ હજારો ભાવિકો ઉપસ્થિત રહી ધર્મ લાભ મેળવી રહ્યા છે.આ સાથે રાત્રે ૯ થી ૧૨ દરમિયાન જાણીતા શિવ કથાકાર ડો લંકેશ બાપુની શિવ કથા પણ યોજાઈ રહી છે જેમાં આજરોજ સાંજે શિવ વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવશે. કથામાં શિવજીના વિવાહની ભવ્ય ઉજવણી કરવામા આવશે. શીવજી ની જાન સાંજે ૭:૩૦ કલાકે નરસંગ મંદિર થી વાજતે ગાજતે પ્રસ્થાન થશે અને રવાપર રોડ પર થઈ કેનાલરોડ ત્યાંથી કથાસ્થળે રામોજી ફાર્મ ખાતે પહોંચશે શિવજીની ભવ્ય જાનમાં તમામ વેશભૂષા સાથે ના દેવો ભગવાન અને ભુતળા સહિતનાઓ જોડાશે તો અનોખા વિવાહમાં જોડાવા મોરબીની ધર્મ પ્રેમી જનતાને આહવાન સાથે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે