મોરબી : ફ્રી ટીફીન સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ડો. કુસુમબેન અમૃતલાલ દોશી મેડિકલ સ્ટોરમાં દવાઓ તથા સર્જીકલની આઈટમો પડતર ભાવે આપવામાં આવી રહી છે. તારીખ 1-1-2026 થી 1 હજારથી વધુ કિંમતના બીલની ડાયાબિટીસ, બીપી અને રોજીંદા જીવનમાં વપરાતી દવાઓ નોમીનલ ચાર્જથી હોમ ડીલીવરી કરી આપવામાં આવશે. હોમ ડીલીવરી માટે વોટ્સએપ નંબર 97734 35617 પર પ્રિસ્ક્રીપ્શન, નામ, સરનામું, મો.નં. મોકલવાના રહેશે. આ સાથે 60 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ માટે ઈમરજન્સી હાર્ટ કીટ ઉપલબ્ધ હશે ત્યાં સુધી ફ્રી આપવામાં આવશે. આ મેડિકલ સ્ટોર મોરબીના રામચોક પાસે સાવસર પ્લોટ મેઈન રોડ પર સિલ્વર પ્લાઝામાં આવેલો છે અને સવારે 9 થી રાત્રે 8-30 વાગ્યા સુધી ખુલ્લો હોય છે.આ ઉપરાંત ડો. કુસુમબેન અમૃતલાલ દોશી લેબોરેટરીમાં 50 ટકા રાહત દરે લોહી તથા પેશાબની લેબોરેટરી કરી આપવામાં આવે છે. લેબોરેટરી માટેનું સેમ્પલ નોમિનલ ચાર્જથી ઘરેથી લઈ જવામાં આવે છે. જેના માટે મો.નં. 9724135560 પર સંપર્ક કરવા જણાવાયું છે. દર રવિવારે સવારે 8 થી 9 વાગ્યા દરમિયાન ફાસ્ટીંગ સુગરનો રિપોર્ટ ફ્રી કરી આપવામાં આવશે. તારીખ 28 ડિસેમ્બરના રોજ સવારે 8 થી 9 દરમિયાન સીબીસી રિપોર્ટ ફ્રી કરી આપવામાં આવશે. આ લેબોરેટરી મોરબીના રામચોક પાસે સાવસર પ્લોટ મેઈન રોડ પર શેરી નં-9માં આવેલી મહેશ્વરી આંખની હોસ્પિટલની ઉપર પહેલા માળે કાર્યરત છે. ટૂંક સમયમાં રાહતદરે સોનોગ્રાફી પણ શરૂ કરવામાં આવનાર છે. વધુ માહિતી માટે મો.નં. 9824831344 પર સંપર્ક કરવા જણાવાયું છે.