મોરબી : તા. 6 ડિસેમ્બરને ડો. બાબાસાહેબ આંબેડકર મહા પરિનિર્વાણ દિન નિમિત્તે મોરબી સબ જેલમાં શ્રધ્ધાંજલી અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કોઈપણ સમાજ કે ધર્મ પહેલા દેશને અગ્રીમતા આપનાર તેમજ દેશના બધાજ નાગરિકોને સમાન હક મળે તે માટેના પ્રયત્નો કરનાર એવા મહાન વ્યક્તિત્વ, ભારતરત્ન, વિશ્વ વિભૂતિ ડો. બાબાસાહેબ આંબેડકરના મહા પરિનિર્વાણ દિવસ નિમીત્તે મોરબી સબજેલમાં શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે જેલના ઈ.ચા.અધિક્ષક પી.એમ.ચાવડા, જેલના કર્મચારીઓ તેમજ જેલના બંદીવાનો ઉપસ્થિત રહી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.