મોરબી : ડો. હેડગેવાર સ્મારક સમિતિ-મોરબી જિલ્લા દ્વારા મોરબીમાં આંબેડકર કોલોનીમાં મહિલાઓ માટે સિવણ કેન્દ્રનો આરંભ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી જિલ્લા દ્વારા ગઇકાલના રોજ આંબેડકર કોલોની શેરી નમ્બર 5, રેલ્વે સ્ટેશન પાછળ, મોરબી ખાતે મહિલાઓને સ્વરોજગારી મળે, આત્મનિર્ભર બને તેવા શુભ આશયથી સંતોના આશિર્વાદ સાથે સિવણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહંત દામજી ભગતે સમરસ સમાજ બને, હિન્દૂ એક બને તે અંગે મનનીય પ્રવચન આપ્યું હતું. સંત કરસનદાસ બાપુ એ આશીર્વચન આપેલ હતા. મોરબી જિલ્લાના કાર્યવાહ મહેશભાઈ બોપલીયાએ મહિલાઓને આ સિવણ કેન્દ્રનો વધુમાં વધુ લાભ લેવા આહવાન આપેલ હતું. જિલ્લા સેવા પ્રમુખ રણછોડભાઈ કુંડારીયા તથા આંબેડકર નગરના કાર્યકત્તાઓ તથા મહિલાઓ આ તકે ઉપસ્થિત રહેલ હતા. આરતીબેન શુક્લ જેઓ 20 વર્ષનો સિવણનો અનુભવ ધરાવે છે, તેઓ આ સિવણ કેન્દ્રના શિક્ષક તરીકે સેવા આપશે તેવું યાદીમાં જણાવેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..