મોરબી : મોરબીમાં ડૉ. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિનું યદુનંદન ગૌશાળા ખાતે સ્નેહમિલન યોજાયું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવાભારતી સંલગ્ન ડો.હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતી દ્વારા મોરબી જિલ્લાની સેવા સંસ્થાનું સ્નેહમિલન યદુનંદન ગૌશાળા જેલ રોડ મોરબી મુકામે યોજાયું હતું. આ માનવસેવા સંસ્થાના સ્નેહમિલન કાર્યક્રમમાં મોરબી જિલ્લાની જુદી જુદી 80 સંસ્થાના અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. શરૂઆતમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય થયું હતું. ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત તથા પરિચય વિજયભાઈ રાવલ તથા સેવાપ્રમુખ રણછોડભાઈ કુંડારીયા દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત દરેક સંસ્થાના કાર્યકર્તાએ પોતાની સંસ્થાની કામગીરીનો ચિતાર રજુ કર્યો હતો. પ્રાંત સહ સેવાપ્રમુખ હસમુખભાઈ પટેલએ તમામ સેવા કરતી સંસ્થાના કાર્યકરોને બિરદાવ્યા હતા. પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો.જયંતિભાઇ ભાડેસિઆએ આ પ્રસંગે ઉપસ્થિત કાર્યકર્તાઓને પોતાનું કાર્ય ખૂબ જ સંવેદનશીલ રીતે કરવા બદલ ધન્યવાદ આપેલ અને નિરંતર સમાજ સેવાનું કાર્ય કરતા રહેવાની પ્રેરણા આપેલ હતી. આ પ્રસંગે અંદાજે 80 કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. ડો. કાનજીભાઈ જારીયા પણ આ પ્રસંગે હાજર રહેલ હતા. અંતમાં જિલ્લા સંઘચાલક લલિતભાઈ ભાલોડિયાએ આભારવિધિ કરી ત્યારબાદ મહાપ્રસાદ લઈને સૌ કાર્યકર્તાઓ સેવા ભાથું લઇને છુટા પડ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..