મોરબી : ડો. બાબાસાહેબ આંબેડકરના 68માં મહા પરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવવા માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 6 ડિસેમ્બરના રોજ સાંજે 6:30 કલાક દરમ્યાન મોરબીના નહેરુ ગેટ ચોકથી બાબાસાહેબની પ્રતિમા સુધી કેન્ડલ માર્ચ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાની જાહેર જનતાને સફેદ વસ્ત્રોમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.