મોરબી : આજે તા. 14 એપ્રિલના રોજ દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મજયંતી છે. જે નિમિત્તે ભડિયાદ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનુ અનાવરણ બહુજન સમાજ પાર્ટીના પ્રદેશ પ્રમુખ અશોકભાઈ ચાવડાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી જિલ્લા બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ અશ્વિનકુમાર ટુંડિયા તથા દિનેશભાઇ ઉભડિયા, નરેશભાઈ, દિનેશભાઈ, હરેશભાઈ, શંભુભાઈ તેમજ રહીશો ઉપસ્થિત રહ્યાં હતા.