ટંકારા : રાષ્ટ્રીય સ્વયંસેવક પ્રેરિત સેવાભારતી ગુજરાત સંલગ્ન ડો. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા મોરબી જિલ્લાના 14 માં બાલ સંસ્કાર કેન્દ્રનો વિધિવત્ પ્રારંભ 29 માર્ચના રોજ ટંકારા ખાતે કરવામાં આવ્યો હતો.ટંકારાના ઉગમણા નાકા વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલ બાલ સંસ્કાર કેન્દ્રના નામથી દિવ્ય અને મંગલમય વાતાવરણમાં સેવાભારતી ગુજરાતના કિશોરભાઈ મુંગલપરાના હસ્તે બાલ કેન્દ્ર શરૂ કરાયું છે. સંસ્કાર દ્વારા મહાપુરુષોના જીવન દર્શનથી બાળકોમાં ગુણ અને માનવીય અભિગમનો વિકાસ થાય તે વિશે કિશોરભાઈ મુંગલપરાએ સુંદર વાત કરી હતી. આ શુભ અવસરે લાલજીભાઈ કુનપરા, સતીશભાઈ પટેલ, પરેશભાઈ પટેલ, દીપકભાઈ વાઢેર, નાથાલાલ ઢેઢી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન કેન્દ્ર સંચાલિકા શ્રુતિબેન ગઢવીએ કર્યું હતું.