મોરબી : તારીખ 5 જાન્યુઆરીના રોજ મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલી બોરીયાપાટી પ્રાથમિક શાળામાં ડો. હસ્તલેખા મહેતા (હસ્તીબેન) દ્વારા ત્રણ જુદા જુદા દાતા દ્વારા ત્રણ કેમ્પ (નંબર 209, 210, 211)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વ. જયેન્દ્રભાઈ નિરંજનીના સ્મરણાર્થે આયોજિત પ્રથમ કેમ્પમાં ધોરણ 6 થી 8ના અંદાજે 213 કુમાર અને કન્યાને તપાસીને ત્રણ દિવસની ફ્રી દવા આપવામાં આવી હતી. પ્રવિણભાઇ ધીરજલાલ કારિયા (ઘોઘુભાઇ) દ્વારા આયોજિત બીજા કેમ્પમાં અભ્યાસ કરતા બાળકો તેમજ આસપાસના પરિવારોને તપાસી ત્રણ દિવસની દવા આપવામાં આવી હતી. માલતીબેન મુકેશભાઈ ઝાટકિયાની સાતમી પુણ્યતિથિ નિમિત્તે આયોજિત ત્રીજા કેમ્પમાં બાલવાટિકા થી ધોરણ-5ના બાળકોને પણ ત્રણ દિવસની દવા આપવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા શાળાના આચાર્ય અજીતભાઈ મોરડીયા અને તેમના સમગ્ર સ્ટાફે ખૂબ સરસ સહકાર આપ્યો હતો. આ કેમ્પનો લગભગ 415 દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પ સહાયક કૌશિકાબેન રાવલ, જયસુખભાઈ પટેલ, ચંદ્રલેખાબેન મહેતા, દર્શનબેન ત્રિવેદીની જહેમતથી સફળ રહ્યો હતો.