મોરબી : તારીખ 29 માર્ચના રોજ મોરબીની ધી ગિબ્સન મિડલ સ્કૂલ પ્રાથમિક શાળા ખાતે ડો. હસ્તલેખાબેન (હસ્તીબેન) મહેતાના 165માં એક દિવસીય મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.નાનકડા રૂદ્ર દ્વારા ફરી એક વખત દર્દી નારાયણની સેવા કરવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડો. હસ્તીબેન મહેતાએ બપોરે 2 થી 4 વાગ્યા સુધી ધી ગિબ્સન મિડલ સ્કૂલ પ્રાથમિક શાળા ખાતે ધોરણ 1 થી 8ની વિદ્યાર્થિનીઓને તપાસીને ત્રણ દિવસની દવાઓ આપી હતી અને વિદ્યાર્થિનીઓને તંદુરસ્ત રહેવાની માહિતી આપી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે શાળાના આચાર્યા પ્રતિમાબેન રાઠોડ, તૃપ્તિબેન સુવારિયા, આરતીબેન જોશી તથા સમગ્ર સ્ટાફે સહકાર આપ્યો હતો. કેમ્પ સહાયક રશ્મિનભાઈ દેસાઈ તેમજ દર્શનાબેન ત્રિવેદીએ કેમ્પમાં સેવા આપી હતી.