મોરબી : તારીખ 12 ફેબ્રુઆરીના રોજ માતૃશ્રી પુષ્પાબેન ભૂપતરાય મહેતાના જન્મદિવસ નિમિત્તે વતનને યાદ રાખી મૂળ મોરબી હાલ મુંબઈ નિવાસી મહેતા પરિવાર દ્વારા ડો. હસ્તીબેન મહેતાના 162મા એક દિવસીય નિદાન અને સારવાર કેમ્પનું આયોજન બોરિયા પાટી રામજીમંદિર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં બોરિયા પાટી પ્રાથમિક શાળાના અંદાજે 150થી વધુ બાળકોને તપાસ કરી અને ત્રણ દિવસની દવા આપવામાં આવી હતી. તેમજ જરૂરિયાત મુજબ ફ્રી બ્લડ સુગર ટેસ્ટ તેમજ બીપી ચેક કરી આપવામાં આવ્યું હતું. લગભગ 165 જેટલા દર્દીની તપાસ કરી દવા આપવામાં આવી હતી. આ ઉપરાંત જયસુખભાઈ ભાલોડીયા દ્વારા વા, સાંધા, કમર, ઘૂંટણના દર્દીઓને પોઇન્ટ દ્વારા વિશિષ્ટ પ્રકારની સારવાર આપવામાં આવી હતી જેથી દર્દીઓએ રાહતની લાગણી અનુભવી હતી. આ કેમ્પને સફળ બનાવવા જશવંતીબેન પરમાર તથા બોરિયપાટીના ચંદુભાઈ પરમાર, શાળાના આચાર્ય અજીતભાઈ મીડિયા તેમજ સમગ્ર સ્ટાફે ખૂબ સરસ જહેમત ઉઠાવી હતી. તેમજ શિસ્તબધ્ધ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કેમ્પમાં દર્શનાબેન ત્રિવેદી, રશ્મિનભાઈ દેસાઈએ સેવા આપી હતી.