મોરબી : તારીખ 11 મે ને રવિવારના રોજ મોરબીના કાલિકા પ્લોટમાં આવેલી બાવા અહેમદશાની મસ્જિદ ખાતે ડો. હસ્તલેખા (હસ્તી)બેન મહેતાના 178માં કેમ્પનું સૌજન્ય સ્વ. કુમારી અર્ચિતાબેન હેમંતકુમાર રીંડાણી(અમદાવાદ) ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે માતા નયનાબેન તથા પિતા હેમંતકુમાર રીંડાણી દ્વારા કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં 100 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં દર્દીનું વજન કરી, ત્રણ દિવસની દવા સાથે જરૂરિયાત મુજબ ફ્રી બ્લડ સુગર ટેસ્ટ તેમજ બીપી ચેક કરવામાં આવ્યું હતું. સાથે આંખની તપાસ સુરેશભાઈ કાલરીયા દ્વારા કરવામાં આવી હતી. તેમજ જયસુખભાઈ ભાલોડીયા દ્વારા કુદરતી બક્ષિસથી સાંધા, વા, હાથ, પગ, કમરના દુ:ખાવામાં પોઇન્ટ દ્વારા સારવાર કરવામાં આવી હતી જેનાથી દર્દીને દર્દમાં રાહતનો અનુભવ થયો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે કાસમભાઈ સંધી, નરેશભાઈ ગોહેલ અને રહેવાસીઓએ જહેમત ઉઠાવી હતી અને હિન્દુ-મુસ્લિમ એકતાની ઉત્કૃષ્ટ અનુભવ કરાવ્યો હતો. કેમ્પ સહાયક તરીકે ચંદ્રલેખાબેન મહેતા, રશ્મિનભાઈ દેસાઈ, નિશાબેન દેસાઈ, દર્શનબેન ત્રિવેદી તેમજ કૌશિકાબેન રાવલે સેવા આપી હતી.