મોરબી : ગત તા. 19-7-2025ના રોજ ડૉ. હસ્તલેખા (હસ્તી) મહેતાના 186માં કેમ્પ સૌજન્ય માતુશ્રી ચારૃમતીબેન પ્રસન્નકુમાર જાની તથા આચાર્યા વિદ્યાબેન મહેતાની પુનિત યાદમાં બોડાસર પ્રાથમિક શિક્ષણ, નવલખી રોડ, મોરબી ખાતે એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.આ કેમ્પમાં બાળકોને તપાસી ,વાજનકરીને ત્રણ દિવસ દવા આપવામાં આવી. સ્વછતા તેમજ વરસાદી માહોલ માં શું ધ્યાન રાખવું તે બાબત માહિતી આપેલ.આ કેમ્પ સફળ બનાવવા માટે આચાર્ય શ્રી જનકભાઈ ભટ્ટ તેમજ સમગ્ર સ્ટાફે સરસ રીતે આયોજન કરેલ .સહાયક શ્રી રશ્મિભાઈ દેસાઈ, શ્રીમતી દર્શનબેન ત્રિવેદી, જીગ્નેશભાઈ કોઠારીએ સેવા આપી હતી.