હળવદ : હળવદ તાલુકાના ચરાડવા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા તબીબ ડો. ધનસુખભાઇ અજાણાની આજથી 15 દિવસ માટે અમદાવાદ ખાતે સ્પેશિયલ કોરોના કેરમાં નિમણૂંક કરવામાં આવી છે. જ્યાં તેઓ કોરોના સંદર્ભે પોતાની ફરજ નિભાવશે. કોરોના વોરીયર ડો. ધનસુખભાઇ અજાણા અમદાવાદ ખાતે ખુબ સારી કામગીરી કરે અને હળવદ તાલુકાનું નામ રોશન કરે તેવી તેમના પરીવાર અને મિત્રવર્તુળ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે.