14 એપ્રિલ મહોત્સવ સમિતિ દ્વારા સવારે 9:00 કલાકે રોહિદાસ પરાથી રેલીનું પ્રસ્થાન કરાશે: શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશેમોરબી : બોધિસત્વ મહામાનવ ડો. બાબાસાહેબ આંબેડકરના 135મા જન્મદિવસ નિમિત્તે મોરબીમાં આગામી 14 એપ્રિલ 2026, મંગળવારના રોજ એક ભવ્ય મહારેલીનું આયોજન 14 એપ્રિલ મહોત્સવ સમિતિ મોરબી દ્વારા કરવામાં આવ્યું છે.સમિતિ દ્વારા 14 એપ્રિલના રોજ સવારે 9:00 વાગ્યે આ મહારેલીનું પ્રસ્થાન થશે. રેલીના રૂટની વાત કરીએ તો, આ રેલી મોરબીના રોહિદાસ પરા મેઇન રોડથી શરૂ થશે અને ત્યાંથી વી.સી. હાઈસ્કૂલ રોડ, ત્રિકોણબાગ, નહેરુગેટ ચોક થઈને મહાનગરપાલિકા ખાતે આવેલી પ્રતિમા સુધી પહોંચશે.આ ઐતિહાસિક અને પવિત્ર અવસરે યોજાનાર ભવ્ય મહારેલીમાં બહોળી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી ગૌરવ વધારવા 14 એપ્રિલ મહોત્સવ સમિતિના પ્રમુખ નાનજી સોલંકી દ્વારા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ આયોજન થકી સમાજમાં એક સકારાત્મક સંદેશ પ્રસરાવવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.#Morbi #MorbiUpdate #DrBabasahebAmbedkar #AmbedkarJayanti #14April #MahaRally #MorbiNews #AmbedkarJayanti2026