વાંકાનેર: વાંકાનેર તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલ ગામે ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના વિચારોથી પ્રેરિત થઈને ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન તથા તેમની ભવ્ય પ્રતિમાનું લોકાર્પણ આગામી 30 મે 2026 ને શનિવારના રોજ કરવામાં આવશે. માટેલ ગામના વતની અને સામાજિક અગ્રણી નારણભાઈ છગનભાઈ ચાવડા દ્વારા સરપંચ અને તલાટી પાસેથી સ્વ.ભંડોળમાંથી આશરે 35,00,000 ના ખર્ચે આ ભવ્ય ભવન અને પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ મિશનને સાકાર કરવા માટે સામાજિક અગ્રણી નારણભાઈ છગનભાઈ ચાવડાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી. ત્યારબાદ માટેલ ગામમાં આવેલ સરકારી ખરાબો મંજૂર કરાવી, માટેલ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી મંત્રીના સહયોગથી આશરે 35,00,000 ના ખર્ચે ભવ્ય ભવન અને તેની બિલકુલ સામે ડો. બાબાસાહેબ આંબેડકરની ભવ્ય પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. માટેલ જેવા નાના ગામમાં બાબાસાહેબના વિચારોને જીવંત રાખવા માટે આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે.વિવિધ કાર્યક્રમોની રૂપરેખા • સાંજે 4:00 થી 5:00 કલાકે: માટેલ ગામમાં ભવ્ય રેલીનું આયોજન. • સાંજે 5:00 થી 8:00 કલાકે: આંબેડકર ભવન તથા પ્રતિમાનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ.• રાત્રે 8:30 થી 9:30 કલાકે: સમૂહ ભોજન.• રાત્રે 10:00 કલાકે: ભવ્ય ભીમ ડાયરો (લોકસાહિત્યકાર: મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ અને ભજનિક: અંકિતભાઈ મનસુખભાઈ રાઠોડ).ઉદ્ઘાટક અને મુખ્ય અતિથિ વિશેષઆ ભવ્ય પ્રસંગે ઉદ્ઘાટક તરીકે મહારાજા સાહેબ કેસરીદેવસિંહજી (સાંસદ, રાજ્યસભા) ઉપસ્થિત રહેશે. જ્યારે અધ્યક્ષ સ્થાને જીજ્ઞેશભાઈ મેવાણી (ધારાસભ્ય, વડગામ) હાજરી આપશે. મુખ્ય અતિથિ તરીકે જાવેદભાઈ મહમદ પીરજાદા (પૂર્વ ધારાસભ્ય, વાંકાનેર-કુવાડવા), નવસાદભાઈ સોલંકી (પૂર્વ ધારાસભ્ય, પાટડી-બજાણા), સિદ્ધાર્થભાઈ પરમાર (પૂર્વ ધારાસભ્ય, રાજકોટ-3), ડૉ. દિનેશભાઈ પરમાર (પૂર્વ ધારાસભ્ય, જામનગર) અને હંસાબેન જે. પારઘી (પૂર્વ પ્રમુખ, મોરબી જિલ્લા પંચાયત) ઉપસ્થિત રહેશે.દીપ પ્રાગટ્ય મહંત સીતારામબાપુ (કષ્ટભંજન હનુમાન આશ્રમ, નાની મોલડી), ભંતે ધમ્મરતન (મહારાષ્ટ્ર) અને મહંત જમનાદાસબાપુ (સંત રોહીદાસ આશ્રમ, વઘાસીયા) ના વરદ હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત મોરબી, વાંકાનેર અને રાજકોટ સહિતના વિસ્તારોમાંથી અનેક રાજકીય, સામાજિક અગ્રણીઓ, અધિકારીઓ અને પ્રશાસનિક ક્ષેત્રના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે માટેલ ગામ સહિત મોરબી જિલ્લા તથા આજુબાજુના તાલુકાઓમાંથી બહુજન સમાજના ભાઈઓ-બહેનો અને વડીલોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સમસ્ત માટેલ ગામ તથા ચાવડા પરિવાર દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #Wankaner #Matel #DrAmbedkar #AmbedkarBhavan #StatueUnveiling #DalitNews #MorbiUpdate