કોરોના મહામારી સમયે અધિક્ષક પદેથી દૂર કરી સુરેન્દ્રનગર ડેપ્યુટેશન ઉપર મુકાયા હતા મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલના નામ સાથે પર્યાય બની ગયેલા તબીબ અધિક્ષક ડો. પી. કે. દુધરેજીયાને કોરોના મહામારી સમયે સુરેન્દ્રનગર ડેપ્યુટેશન ઉપર મુકાયા બાદ ફરી મોરબી સિવિલના ઇન્ચાર્જ અધિક્ષક તરીકે નિમણુંક આપવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ એપ્રિલ મહિનામાં કોરોના મહામારીનો પ્રચંડ રાઉન્ડ આવતા હોસ્પિટલ તંત્ર ઉપર લાપરવાહીના આક્ષેપો થયા હતા અને આ સમયે સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. પી. કે. દુધરેજીયાને તાત્કાલિક અસરથી સુરેન્દ્રનગર ખાતે ડેપ્યુટેશન ઉપર મોકલી દઈ તેમની જગ્યાએ સુરેન્દ્રનગરથી ડો.ઓઝાને મુકવામાં આવ્યા હતા પરંતુ કોઈપણ કારણોસર ડો. ઓઝા હાજર ન થતા આરએમઓ સરડવાને ઇન્ચાર્જ અધિક્ષક તરીકે વધારાનો ચાર્જ આપવામાં આવ્યો હતો. દરમિયાન ગત તા.7 જુલાઈના રોજ સરકાર દ્વારા ફરીથી મોરબી સિવિલના ઇન્ચાર્જ અધિક્ષક તરીકે ડો. દુધરેજિયાને મુકવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ અગાઉ પણ વર્ષ 2017માં ડો.દુધરેજીયાની રાજકોટ પદમકુંવરબા હોસ્પિટલ ખાતે બદલી કરવામાં આવી હતી ત્યારે પણ ખુબ જ ટૂંકા સમયમાં ફરી તેઓ મોરબી સિવિલમાં આવી ગયા હતા. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..