વહેલી સવારમાં ચાવીનો જુડો લઈને આવેલા સ્માર્ટ ચોરે એક પછી એક અનેક દુકાનોને નિશાન બનાવતા જાણભેદુ હોવાની આશંકા : તસ્કર સીસીટીવીમાં કેદ મોરબી : મોરબીના કોમર્શિયલ હબ ગણાતી સુપર માર્કેટમાં અજીબો ગરીબ રીતે ચોરીને અંજામ આપી એક તસ્કરે તાળા તોડી ને નહિ પણ તાળા ખોલીને સાડી, પાર્લરનો સામાન, રોકડ સહિતની ચોરી કરતા વેપારી આલમ સ્તબ્ધ થઈ ગયું છે. જો કે આ તસ્કરના તમામ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ તા.26 ડિસેમ્બરે વહેલી સવારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટમાં માથા ઉપર ટોપી અને મો ઉપર રૂમાલ બાંધીને ચાવીઓના જૂડા સાથે તસ્કરની એન્ટ્રી થઈ હતી અને પોણા ચારેક વાગ્યાથી ક્રમશ: એક પછી એક દુકાનના તાળા ખોલી આરામથી ચોરીને અંજામ આપ્યો હતો. વધુમાં સુપર માર્કેટના વેપારીઓના જણાવ્યા મુજબ વહેલી સવારમાં ત્રાટકેલા ચોરે અહીંની એક સાડીની દુકાનમાંથી દસેક જેટલી સાડી, પાર્લરની દુકાનમાંથી કેટલીક ચીજવસ્તુઓની સાથે રોકડ ચોરવાની સાથે અન્ય આઠથી દસ દુકાનોના શટરના તાળા ખોલી આરામથી ચોરીને અંજામ આપી રોકડ અને અન્ય ચીજો તફડાવી ગયો હતો. નોંધનીય છે કે સુપર માર્કેટમાં ઠેક ઠેકાણે સીસીટીવી કેમેરા લાગેલા હોય એ જાણભેદુ તસ્કરની તમામ હરકતો સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને તસ્કર કન્યા છાત્રાલય રોડ તરફથી સુપર માર્કેટમાં ઘૂસ્યો હોવાનું સ્પષ્ટ બન્યું હતું. જો કે ચાવીના જૂડા સાથે આવેલ આ ચોર તમામ દુકાનોથી વાકેફ હોવાનું પણ ફલિત થઈ રહ્યું છે ત્યારે વેઓરીઓ દ્વારા પોલીસ ફરીયાદ કરવા તજવીજ હાથ ધરાઈ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..