પ્રોપેન રૂ.91.55 છતાં ગુજરાત ગેસ કરતાં રૂ.21 સસ્તો, વેટ સાથે નેચરલ ગેસનો ભાવ રૂ.101 સુધી પહોંચ્યોમોરબી : ઈરાન - અમેરિકા વચ્ચે તણાવભરી સ્થિતિમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પેટ્રોલિયમ પેદાશોનું પરિવહન અટકી પડતા ખાસ કરીને એલેનજી સપ્લાય ખોરાવાઈ ગઈ છે ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગને સીધી અસર પડી છે.ગત મહિને ગેસના ભાવમાં તોતિંગ ભાવ વધારો સહન કર્યા બાદ હવે સપ્ટેમ્બર માસમાં સિરામિક ઉદ્યોગને બેવડો ફટકો પડ્યો છે. કારણ કે ગુજરાત ગેસના નેચરલ ગેસની સાથે જ પ્રોપનના ભાવમાં પણ ભાવ વધારો થયો છે.જેથી પ્રોપેનના ભાવ 91.55 અને નેચરલ ગેસના નવા ભાવ રૂ.90 પ્લસ વેટ અને ટેક્સ ગણતરી કરતા 100ને પાર કરી ગયા છે.મિડલ ઇસ્ટમાં તણાવભરી સ્થિતિમાં મોરબીના સિરામિક ઉદ્યોગને ફટકા પર ફટકા પડી રહ્યા છે.એકતરફ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક માર્કેટમાં મંદીનો માહોલ છે તો બીજીતરફ ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં સિરામિક ઉદ્યોગને રૂ.79થી લઈ રૂ.89 સુધીના ભાવ ચૂકવવા પડ્યા બાદ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અનિશ્ચિતતા વચ્ચે મોરબીના ઇતિહાસમાં પ્રથમ વખત જ ગુજરાત ગેસ કંપનીએ એગ્રીમેન્ટ કર્યા વગર જ ગેસ સપ્લાય ચાલુ રાખી તા.25 ઓગસ્ટને બદલે તા.1ના રોજ સપ્ટેમ્બ ગેસના નવા ભાવ જાહેર કર્યા છે જેમાં એમજીઓ કરનાર ઉદ્યોગને રૂ.90 પ્લસ વેટ અને ટેક્સ ચૂકવવો પડશે જેની ગણતરી કરતા સિરામિક ઉદ્યોગકારોને નેચરલ ગેસ માટે પ્રતિ ક્યુબીક મીટરના રૂ.100થી વધુ ચૂકવવા પડશે.દરમિયાન સિરામિક ઉદ્યોગ દ્વારા વપરાતા પ્રોપેનના ભાવમાં પણ ગત માસની તુલનાએ રૂ.6થી વધુનો ભાવ વધારો થતાં સપ્ટેમ્બર મહિના માટે મોરબી પહોંચના રૂ.91.55 ભાવ નક્કી કરવામાં આવ્યો છે.જો કે, પ્રોપેનના ભાવ વધવા છતાં પણ ગુજરાત ગેસ કંપનીના નેચરલ ગેસની તુલનાએ રૂ.21 સસ્તો પડતો હોવાનું સિરામિક ઉદ્યોગના જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે.----------------------------------------------------------------પ્રોપેન અને નેચરલ ગેસના ભાવની સીવી મુજબ તુલના1 ટન Propane → SCM* Propane CV = 11,100 kcal/kg* Natural Gas CV = 8,350 kcal/SCM* 1 kg Propane = 11,100 ÷ 8,350 = 1.329 SCM* 1 ટન Propane = 1,329 SCM equivalentPropane નો ભાવ* Basic at morbi = રૂ.91,550/ટન* એટલે કે રૂ.91,550 ÷ 1,329 = રૂ.68.87/SCMGujarat Energy Natural Gas* MGO = રૂ.90/SCM🔴 ભાવનો તફાવતરૂ.90 − રૂ.68.87 = રૂ.21.13/SCMઅર્થાત્ પ્રોપેન લગભગ રૂ.21/SCM સસ્તું પડે છે (GSTની સરખામણી કર્યા વગર) જો નેચરલ ગેસમાં લાગતા વેટની તુલના કરવામાં આવે તો પ્રોપેન હજુ પણ સસ્તો પડે.