વાંકાનેર : વાંકાનેરની દોશી કોલેજને ઉચ્ચ શિક્ષણ કમિશનર, શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ લેવા માટે હેલ્પ સેન્ટર તરીકેની નિમણૂક આપવામાં આવી છે.વાંકાનેરની દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજને પ્રથમ વર્ષમાં પ્રવેશ લેવા માટે ઉચ્ચ શિક્ષણ કમિશનર ગુજરાત સરકાર દ્વારા ' હેલ્પ સેન્ટર' તરીકેની નિમણૂક કરાઈ છે. જેમાં 'ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટર' તરીકે દરેક વિદ્યાર્થીઓને ઓનલાઈન ફ્રીમાં ફોર્મની એન્ટ્રી કરી આપવામાં આવશે તેમજ તેના ફોર્મનું વેરિફિકેશન પણ કરી આપવામાં આવશે. આ માટે દોશી કોલેજ દ્વારા એક whatsapp ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જેમાં ગુજરાતની 15 યુનિવર્સિટી સાથે જોડાયેલી કોઈપણ કોલેજમાં પ્રવેશ લેવા ઇચ્છતા દરેક વિદ્યાર્થીઓ તે ગ્રુપમાં જોડાઈ શકે છે. આ whatsapp ગ્રુપમાં પ્રવેશ અંગેની સંપૂર્ણ સૂચનાઓ આપવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને પ્રવેશ અંગે, ફોર્મની ઓનલાઇન એન્ટ્રી અંગે અને ફોર્મના વેરિફિકેશન અંગેની સંપૂર્ણ માહિતી ઘરબેઠા મળી શકશે. આ વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. વાય.એમ. ચુડાસમાએ જણાવ્યું છે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા માટેની લિંક chat.whatsapp.com/GHIZkvghbWA8as9MilVjH9 છે.