આજે 45 સ્થળોએ કુલ 8176 લોકોનું વેકસીનેશન કરાયું મોરબી : મોરબી જિલ્લામાં વેકસીનેશન માટે ડોઝની વધઘટ યથાવત રહી છે.જેમાં મોરબી જિલ્લામાં વેક્સનેશનના ડોઝ ફરી વધ્યા છે. જેમા મોરબી જિલ્લામાં આવતીકાલે વેકસીનેશન માટે 10,010 ડોઝ( બીજો) ફાળવાયા છે. પણ સ્થળો વધ્યા નથી. જેમાં 39 સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આજે મંગળવારે 45 સ્થળોએ કુલ 8176 લોકોનું વેકસીનેશન કરાયું હતું. મોરબી જિલ્લામાં આજે મંગળવારે 45 જેટલા સ્થળોએ વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જિલ્લાના આ 45 સ્થળે વેકસીનેશન માટે 6700 ડોઝ ફાળવાયો હતો. ત્યારે આજના વેકસીનેશનમાં મોરબી જિલ્લાના 45 પલ્સમાં 2312, 18 પલ્સમાં 5822 અને ખાનગીમાં 22 મળીને કુલ 8176 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. જો કે આજે પણ વેકસીનેશનના સ્થળોએ ભીડનું પ્રમાણ ઘટ્યું ન હતું અને દરેક વેકસીનેશનના સ્થળે કતારો લાગી હતી. મોરબી જિલ્લામાં આવતીકાલે બુધવારે 39 સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના સૌથી વધુ 15 સ્થળો, ટંકારાના 4 સ્થળો વાંકાનેરના 10 સ્થળો, માળીયાના 3 સ્થળો અને હળવદના 7 સ્થળો મળીને કુલ 39 સ્થળોનો સમાવેશ થાય છે. જો કે આજ કરતા આવતીકાલ માટે ડોઝ વધી ગયો છે. જેમાં કોવીશિલ્ડનો 6600 ડોઝ અને કોવેકસીનનો 4310 ડોઝ મળીને કુલ 10,010 ડોઝ (બીજો) ફાળવવામાં આવ્યો છે. પણ સ્થળો વધ્યા નથી. એનું કારણ એ છે કે ભીડ થતી હોય અને બધાને વેકસીન મળી રહે તે માટે અમુક સ્થળોએ ડોઝની માત્રા વધારી દેવામાં આવી છે. આથી આવતીકાલે વધુ વેકસીનેશન થાય તેવી શકયતા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..