સૌથી મોટી સ્ક્રીન ઉપર સૌથી આધુનિક ડોલ્બી ડિજિટલ સાઉન્ડ સિસ્ટમ ઉપર મુવી માણવાનો અલગ જ અનુભવ ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફ્રી પાર્કિંગ અને રેસ્ટોરન્ટ જેવુ કાફે સહિતની અનેકવિધ સુવિધાઓ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સૌથી મોટા મલ્ટીપ્લેક્ષ 'નેક્સસ સિનેમા'માં સોનુ તને મારા પર ભરોસો નહિ કે ગુજરાતી મુવીના એકટર મલ્હાર ઠાકરે દર્શકો સાથે ફિલ્મની મોજ માણી જલસો કરાવ્યો હતો. આ વેળાએ મલ્હાર ઠાકરે દર્શકો સાથે વાતચીત પણ કરી હતી અને સેલ્ફીઓ પણ આપી હતી. મોરબીમાં કંડલા બાયપાસ ઉપર નવલખી ફાટક પાસે ગાયત્રી આશ્રમની સામે 'નેક્સસ સિનેમા' કાર્યરત છે. જે સૌપ્રથમ લેઝર પ્રોજેકટર છે. અહીં 3 વિશાળ સ્ક્રીન છે. આ સ્ક્રીન મોરબીમાં સૌથી મોટી છે. અહી લકઝરીયસ સીટીંગ અને રિકલાઇનર સોફાની વ્યવસ્થા છે. સાથે ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, વિશાળ પાર્કિંગ એરિયા, લિફ્ટ સહિતની અનેક સવલતો પણ છે. વધૂમાં અહીંની ઇન્ટિરિયર ડિઝાઇન એટલી આકર્ષક છે કે જે સૌના મન મોહી લ્યે છે. શહેરના ઘોંઘાટથી દુર આવેલી આ જગ્યામાં રેસ્ટોરન્ટ જેવું જ વિશાળ કાફે છે. જ્યાં પીઝા, બર્ગર, વિવિધ ફ્લેવર્સમાં પોપકોર્નથી લઈને તમામ કોલ્ડડ્રિંક્સ સુધીની અંદાજે 30 જેટલી આઇટમો ઉપલબ્ધ છે. શહેરના આ આલીશાન સિનેમામાં ગઈકાલે પ્રખ્યાત ગુજરાતી એકટર મલ્હાર ઠાકર પધાર્યા હતા. તેઓએ અહીં દર્શકો સાથે વાર્તાલાપ અને સેલ્ફીઓ ખેંચાવીને દર્શકોને જલસો કરાવ્યો હતો. વધુ વિગત માટે ઇન્કવાયરી નં. 8200780380 ઉપર સંપર્ક કરવો