મોરબી : મોરબીના યુવાનને વોટ્સએપમાં વોઇસ રેકોર્ડિંગ મોકલી મારી વિરુદ્ધ જુબાની આપતો નહિ, સાક્ષીમાંથી હટી જજે કહી જાનથી પતાવી દેવા ધમકી મળતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર વિશ્વકર્મા પાર્કમાં રહેતા મેઘરાજભાઇ મોમભાઇ શરશીયા નામના યુવાનને અગાઉ સાહેદ પ્રકાશભાઈએ કરેલી ફરિયાદમાં સાક્ષી હોય જેનો ખાર રાખી આરોપી નવઘણભાઇ મોહનભાઇ બાંભવા (રહે.મોરબી, તુલશીપાર્ક)એ વોટ્સએપ રેકોર્ડિંગ મોકલી ધમકી આપી હતી. વધુમાં આરોપી નવઘણે વોટ્સએપ રેકોર્ડિંગ કરી ફરિયાદી મેઘરાજભાઈને પ્રકાશભાઈ વાળા કેસમાં સાક્ષીમાંથી હટી જવા અને જુબાની નહિ આપવા ધમકી આપી હતી સાથો સાથ જો જુબાની આપશે તો જાનથી પતાવી દઈશ તેવી ધમકી આપતા આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૫૦૪, ૫૦૬(૨), ૫૦૭ મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..