મોરબીના બેલા રોડ ઉપર બનેલી ઘટનામાં રાજસ્થાની ટ્રક ચાલકનો મોબાઈલ છૂ મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં વાહન ચોરીની સાથે હવે મોબાઈલ ચોર ગેંગ પણ સક્રિય બની હોય તેમ મોબાઈલ ચોરીના કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં ગત તા.14ના રોજ બેલા રોડ ઉપર ટ્રકમાંથી મોબાઈલ ચોરાઈ જતા રાજસ્થાની ટ્રક ચાલકે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનનો રહેવાસી ટ્રક ચાલક અસલારામ કેસારામ ચૌધરી મોરબીના બેલા રોડ ઉપર બેન્ટા સિરામિક કારખાનાના ગેટ બહાર ટ્રક પાર્ક કરીને ઉભો હતો ત્યારે કોઈ અજાણ્યો શખ્સ તેનો 29,900ની કિંમતનો વિવો કંપનીનો મોબાઈલ ચોરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.