મોરબી : મોરબીની બહાદુરગઢ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ ભૂલકાઓને' DHYANSH LAMINETS '(બહાદુરગઢ) દ્વારા કિશનભાઇ બાવરવાના હસ્તે સરસ મજાના કલરફુલ સ્કૂલ યુનિફોર્મ અર્પણ કરવામાં આવ્યા છે. જે બદલ શાળા તરફથી પ્રિન્સિપાલ પ્રદિપભાઈ કુવાડીયા દ્વારા દાતાને ઋણ સ્વીકાર રૂપે પુસ્તક તેમજ આભારપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને સુંદર મજાનો યુનિફોર્મ મળતાં ખુશખુશાલ થઈ ગયા હતા.