મોરબી : મોરબી તાલુકાની બગથળા કન્યા શાળામાં અભ્યાસ કરતી આશરે 80 જેટલી વિદ્યાર્થીનીઓને દાતાઓ તરફથી યુનિફોર્મ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં REAL TREADERS (આશિષભાઈ કગથરા) તરફથી યુનિફોર્મ, TOTO LEATHER (કમલેશભાઈ વાંસદડીયા) તરફથી સ્કૂલ બેગ, SHYANA POLYMERS (જેન્તીભાઈ પેથાપરા), ક્રાંતિ કોટન (મહેન્દ્રભાઈ કાવર) તરફથી લંચ બોક્સ, એપલ હોસ્પિટલ (ડો,અમિત ગામી) - ABO લેબોરેટરી (ડો.પંકજ વડનગરા) - લાઈફ લાઇન હોસ્પિટલ (ડો.ઈશાન કંઝારીયા) તરફથી શૈક્ષણિક કીટ દરેક વિદ્યાર્થીનીઓને અર્પણ કરવામાં આવી હતી. આમ દાતાઓ દ્વારા વિદ્યા અને જ્ઞાન ક્ષેત્રમાં પોતાનું દાન અર્પિત કરી દાનની વિભાવનાને ખરા અર્થમાં ચરિતાર્થ કરી હતી. સરપંચ કાંતાબેન ઠોરિયા અને બગથળા કન્યા શાળા સ્ટાફે દાતાઓનો હૃદયપૂર્વક આભાર માની શુભેચ્છાઓ પાઠવી હતી.