મોરબી : મોરબીમાં યદુનંદન ગૌશાળા સંચાલિત કોવીડ કેર સેન્ટરમાં સહયોગ આપનાર દાતાઓનું યદુનંદન યુવા ગ્રુપ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. દેશમાં ચાલી રહેલ કોરોનાની મહામારી દરમિયાન કોરોનાની બીજી લહેર વખતે મોરબી શહેરમાં સરકારી તંત્ર ઉપરાંત અનેક સામાજિક સંસ્થાઓ પ્રજાની મદદે આવી હતી. જેમાં અમુક સંસ્થાઓ પોતપોતાના સમાજ પૂરતી મર્યાદિત હતી. પરંતુ અમુક સંસ્થાઓ એવી પણ હતી કે જેમાં નાતજાતનો ભેદભાવ રાખ્યા વગર કોરોના દર્દીઓની સેવા કરવામાં આવતી. એવી જ એક સંસ્થા યદુનંદન ગૌશાળા સંચાલિત સર્વજ્ઞાતિ કોવિડ કેર સેન્ટરમાં લાખાભાઈ જારીયા અને દિલુભા જાડેજા (જયદિપ કં.)એ નાતજાતનો ભેદભાવ રાખ્યા વગર કોરોના દર્દીઓની સેવા કરી સમાજને સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે. મોરબી આહીર સમાજના પ્રમુખ તેમજ મોરબી શહેર બીજેપી અધ્યક્ષ લાખાભાઈ મગનભાઈ જારીયા તરફથી મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને તથા દર્દીઓના સગાઓને જમવાની તથા ફ્રૂટ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે સહભાગી વિશ્વહિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા દરેક દર્દીના વોર્ડમાં જઈને રૂબરૂ આપવામાં આવી હતી. આથી, મોરબી સિવિલ હોસ્પિટલમાં ગરીબ કોરોના દર્દીઓ પૌષ્ટિક આહાર ભોજન ખવડાવી અનોખો સેવાયજ્ઞ કરનાર લાખાભાઇ જારીયા તેમજ જયુભા જાડેજા-વવાણીયા (જયદીપ કં.)નું સન્માન કરવામાં આવ્યું હતું.