હળવદ : તા. 26મી જાન્યુઆરી 2025ના રોજ હળવદની ઢવાણા શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિતે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઢવાણા શાળામાં નવીન રમત-ગમતના મેદાન માટે કંમ્પાઉન્ડ વોલ બનાવવા માટે દાન આપનાર દાતા બાબુભાઈ લધરાભાઈ ગોદાવરીયાં તરફથી તેમની પત્ની સ્વ. લાભુબેન બાબુભાઈ ગોદાવરીયાના સ્મરણાર્થે શાળાના નવીન રમત-ગમતના મેદાનની ફરતે કંપાઉન્ડ વોલ બનાવી આપવામાં આવી. શાળામાં આપેલ આ અમુલ્ય દાન માટે શાળા પરિવાર, એસ.એમ.સી અને ગામના આગેવાનો દ્વારા દાતાનું શાલ ઓઢાડી અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.