મોરબીઃ સોખડા પ્રાથમિક શાળામાં Fasten Laminates ના જયભાઈ આદ્રોજા અને હેમંતભાઈ ગઢિયા દ્વારા વિદ્યાર્થીઓને 330 ટીશર્ટ યુનિફોર્મનું દાન કરવામા આવ્યું હતું. આ સેવાકાર્યમાં સક્રિય ભૂમિકા એસ.એમ.સી.ના અધ્યક્ષ દેવાભાઈ આહિરે ખૂબ તત્પરતા દાખવી હતી. શાળાના સ્ટાફ અને એસ.એમ.સી. વતી દાતાઓને શાલ અને પુસ્તક દ્વારા સન્માન કરવામા આવ્યું હતું. રાષ્ટ્રીય મહાસંઘના સિનિયર ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ કુવાડિયાએ બંને દાતાઓનો ધન્યવાદ આપી આભાર વ્યક્ત કર્યો હતો.