મોરબી : કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ રાજકોટ સંચાલિત મોરબીના સેલિબ્રેશન પાર્ટી પ્લોટ સામે કુબેર ટોકીઝ પાસે શોભેશ્વર મહાદેવ રોડ પર આવેલા વૃદ્ધાશ્રમ ખાતે મકરસંક્રાંતિ પર્વ એ તમામ દાતા પરિવારને પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે.વૃદ્ધાશ્રમના સંચાલકો દ્વારા જણાવ્યું છે કે, અનેક દાતા પરિવારો અવારનવાર વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને માવતરની સેવા કરીને આશીર્વાદ મેળવતા હોય છે. ત્યારે આગામી 14 જાન્યુઆરી ને બુધવારે મકરસંક્રાંતિ પર્વ હોય તમામ દાતા પરિવારો પોતાના પરિવાર અને બાળકો સાથે વૃદ્ધાશ્રમની મુલાકાતે પધારે અને ઉદાર હાથે પોતાની યથાશક્તિ મુજબ અનુદાન આપીને માવતરોની સેવા કરીને સુભાશિષ સહ આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે તેવી ટ્રસ્ટી રાજુભાઈ મહેતા, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, પ્રમુખ અરવિંદભાઈ પટેલ (ફિલ્ડ માર્શલ), મેનેજર કિરણબા વાઘેલા અને આસિસ્ટન્ટ સુપ્રિ. પરેશભાઈ કિકાણી દ્વારા સૌ દાતાઓને અપીલ કરવામાં આવી છે.