વનિશ પરેચા દ્વારા 460 વિદ્યાર્થીઓને વરસાદી ઋતુમાં ઉપયોગી છત્રીની ભેટ અપાઈમોરબી : મહેન્દ્રનગર ખાતે આવેલી કુમાર અને કન્યા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ માટે એક પ્રશંસનીય સેવા કાર્ય કરવામાં આવ્યું છે. શાળામાં અભ્યાસ કરતા 460 વિદ્યાર્થીઓને વનિશ પરેચા દ્વારા છત્રીઓ ભેટમાં આપવામાં આવી છે.હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે વરસાદી માહોલમાં બાળકોને શાળાએ આવવા-જવામાં પલળવું ન પડે અને કોઈ મુશ્કેલી ન પડે તેવા ઉમદા હેતુથી આ વિતરણ કરવામાં આવ્યું હતું. નવી રંગબેરંગી છત્રીઓ મળવાથી વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. દાતા વનિશ પરેચાના આ કાર્યની શાળા પરિવાર, શિક્ષકો અને ગ્રામજનો દ્વારા ભારે સરાહના કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #Mahendranagar #SocialWork #Monsoon #UmbrellaDistribution #Students