COLOROBBIA કેમિકલ ઈન્ડિયા દ્વારા શાળામાં 25 લાખ રૂપિયાની વિવિધ વસ્તુઓનું માતબર દાન અપાયું: ઇટાલીથી પધારેલા કંપનીના માલિકનું વિશેષ સન્માનમોરબી : રામકૃષ્ણ નગર સ્થિત વિવેકાનંદ કન્યા શાળા મોરબી - 2 માં તારીખ 23-06-2026 ના રોજ દાતા સન્માન કાર્યક્રમનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં COLOROBBIA ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા શાળાના વિકાસ અને વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે માતબર દાન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા COLOROBBIA ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના ઓનર મારિયા સોલે (જેઓ ઇટાલીથી પધાર્યા હતા) અને તેમની ટીમનું શાળાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી ભારતીય પરંપરા મુજબ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી અને શાળાના આચાર્ય સંજયભાઈ દંતાલિયા દ્વારા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.દાતા કંપની દ્વારા શાળાને આશરે 2500000 (પચીસ લાખ) રૂપિયાના ખર્ચે વિવિધ વસ્તુઓ દાનમાં આપવામાં આવી હતી. આ દાનમાં કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલ, કબાટ, યુનિફોર્મ, સ્કૂલ બેગ, કંપાસ, LCD, પ્રિન્ટર, પંખા, ગ્રીન બોર્ડ, સ્ટેશનરી તેમજ સેનિટેશનની સુવિધાઓ વગેરેનો સમાવેશ થાય છે.આ પ્રસંગે શાળાની બાળાઓ દ્વારા મનમોહક સ્વાગત ગીત અને તલવાર રાસ જેવો સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. શાળા પરિવાર દ્વારા દાતાઓનું શાલ ઓઢાડી અને સ્મૃતિ ચિન્હ અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા પારૂલબેન રાજપરા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ શિક્ષક વિક્રમભાઈ ડાંગર દ્વારા કરાઈ હતી. આ સુંદર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારના તમામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં તમામ બાળકોને નાસ્તો કરાવીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #VivekanandaKanyaShala #Education #Donation #Colorobbia #SocialResponsibility #MorbiNews #GujaratEducation