મોરબી : મોરબી જીલ્લા કોંગ્રેસ મહામંત્રી વિનોદ નાથાભાઈ ડાભી દ્વારા આજે સ્વ. નાથાભાઈ સામતભાઈ ડાભીના તિથિ નિમિતે રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટને 51,000 (એકાવન હજાર)નું દાન અર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં સદભાવના વૃદ્ધાશ્રમમાં આશ્રય લેતા વૃદ્ધોના ભોજન પેટે આ સહાય ટ્રસ્ટમાં જમા કરવામાં આવી છે. તેમણે આ તકે જણાવ્યું હતું કે, આ ટ્રસ્ટમા નિરાધાર વૃદ્ધોને ખુબ કાળજીથી સાચવવામાં આવે છે. જેમાં ઘણા માતા પિતા તો પથારી વશ છે. જે તેઓએ રૂબરૂ જોઈને આ ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..